ગઝલ


ગઝલ


















નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે દિકરીને
દાદી થૈને પિતાને મળવું પડે છે
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે ને
કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
જગમાં બધા’માં’નાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે
(નરેશ કે.ડૉડીયા)
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે


સાચા મિત્રોની મિત્રતા શોધવામાં ખોટા ને પણ ખોઈ બેઠા,
'અજાણ્યા' સાથે સંબંધ બાંધવામાં પોતાના ને છોડી બેઠા.
બે ઘડી ની મજા માટે લોકો ઈજ્જતને ભૂલી ગયા,
બીજાને સાચા માર્ગ દેખાડી જાતે સુઈ ગયા.
કહેવાય છે 'ગુરુ' પણ કઈ બાબત ની ગુરુતા છે તે નથી જાણતા,
બીભત્સ અને વ્યભિચારી વિચારોને ખુલ્લે આમ વખાણતા.
ન જોયુ અ જાણ્યું તો પણ ગજબના જ્ઞાની,
શું એ નથી જાણતા છેવટે ચાર ખભા પર સવારી જવાની.
બીજાની ભૂલ છે આપની ક્યારેય ન સ્વીકાર,
છતાં પણ કહે ભાઈ અમે તો સત્ય ના પુજારી


ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

- કૈલાસ પંડિત




દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે
દીકરો મારો લાડકવાયો…

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે
દીકરો મારો લાડકવાયો…

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે
દીકરો મારો લાડકવાયો…

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે
દીકરો મારો લાકડવાયો…

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે
દીકરો મારો લાડકવાયો…






તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે.
બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઇ ગઇ છે.
હરીફોય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા ભ્રમર – ડંખથી બેફિકર થઇ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઇ ગઇ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;વિધાતાથી કોઇ કસર થઇ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું, કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઇ ગઇ છે.


ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- બરકત વીરાણી ‘બેફામ’






આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?


ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?


નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?


ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?


અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?


લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?
અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો,
હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??

... વીતેલા પળ યાદ આવતા રોવું પડે છે,
જે અમૂલ્ય હોય એનેજ ખોવું પડે છે.
વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુધ હોય,
તોય સાકાર કરવા સપનું તો જોવુજ પડે છે.

કોઈની રાહ જોવી એ અઘરું છે,
કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે,
પણ સૌથી વધારે અઘરું એ નક્કી કરવું,
કે એની રાહ જોવી કે ભૂલી જવું..???

ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવાનું માપસર નું હોય છે.
“ ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે










અમનેતોઅંધારામાંપણજીંદગીદેખાયછે ,
કેમકેત્યાંપણતમારાહોવાનોઅહેસાસથાયછે
તમેનાસમજતાભૂલીજસુઅમેતમોને ,
'અજાણ' ચહેરામાંપણઆપનીછબીદેખાયછે ,સિકંદરના ચાર ફરમાન


(૧)
મારા મરણ વખતે બધી
મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ
કબ્રસ્તાનમાં પણ લાવજો

જે બાહુબળથી મેળવ્યું
એ ભોગવી પણ ના શક્યો
અબજોની દોલત આપતાં
પણ એ સિકંદર ના બચ્યો

(૨)
મારું મરણ થાતાં બધા
હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃતદેહ
આગળ સર્વને દોડાવજો

આખા જગતને જીતનારું
સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને
નહિ કાળથી છોડાવી શક્યું

(૩)
મારા બધાં વૈદો હકીમોને
અહીં બોલાવજો
મારો જનાજો એ જ વૈદોને
ખભે ઉપડાવજો

કહો દર્દીઓના દર્દને
દફનાવનારું કોણ છે ?
દોરી તૂટી આયુષ્યની તો
સાંધનારું કોણ છે ?

(૪)
ખુલ્લી હથેળી રાખીને
જીવો જગતમાં આવતાં
ને ખાલી હાથે સૌ જનો
આ જગતથી ચાલ્યા જતાં


યૌવન ફના, જીવન ફના
જર ને જવાહર છે ફના
પરલોકમાં પરિણામ ફળશે
પુણ્યનાં ને પાપનાં
ઘણારસ્તામેંશોધ્યાછેસફળતાનેમેળવવાના ,
પણઆપનાસાથવગરનિષ્ફળદેખાયછે.
ભલેજીવનમાંહોઆપમિત્રબનીને ,
પણએમિત્રતામાંખુદાનીનજરદેખાયછે .
કોઈપૂછેકેજીવનમાં' શુંકમાયા '
બસ!! મિત્રોનીવચ્ચેમારાપ્રાણજાયછે .


No comments:

Post a Comment